નવી દિલ્હીઃ ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીની લંડનની એક અદાલતે કોઇ રાહત આપી નથી. કોર્ટે તેની  જામીન અરજી ફગાવી દીધી છે અને તેની કસ્ટડી 22 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. કેસની આગામી સુનાવણી હવે 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સૂત્રોના મતે હીરા વ્યાપારી નીરવ મોદીના કેસનું ટ્રાયલ 2020માં શરૂ થઇ શકે છે. નોંધનીય છે કે નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કને 13 હજાર કરોડથી વધુનો ચૂનો લગાવી ભાગી જવાનો આરોપ છે.


નીરવ મોદી 19 માર્ચથી લંડનની વંડ્સવર્થ જેલમાં છે. પીએનબીમાં કૌભાંડ કરવાની સાથે સાથે નીરવ મોદી પર મની લોન્ડ્રરિંગ પર આરોપ છે. ભારત નીરવ મોદીના પ્રત્યાર્પણ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ અગાઉ 22 જૂલાઇના રોજ નીરવ મોદીની  જામીન અરજી  યુકે હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

યુકે હાઇકોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી પર સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલ ક્લેયર મોંન્ટગોમેરીનો તર્ક આપ્યો હતો કે નીરવ મોદી લંડન રૂપિયા એકઠા કરીને આવ્યા છે. જો તેમને જામીન મળ્યા તો તેમણે પોતાને એક ઇલેક્ટ્રોનિક ઉપકરણથી  ટેગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે જેના મારફતે તેને ટ્રેક કરાવી શકાય છે.