મુંબઈઃ થોડા દિવસ પહેલા જ 9 માર્ચના રોજ મુકેશ અંબાણીની દીકરા આકાશ અંબાણીના હીરા વેપારી રસેલ મેહતાની દીકરી શ્લોકા સાથે લગ્ન થયા હતા. આ વેડિંગ વર્ષના સૌથી રોયલ વેડિંગ ગણવામાં આવી રહ્યા છે.
આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ હતી. લગ્નના વીડિયોઝ અને ફોટોઝ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. આ લગ્નની આજે પણ લોકોમાં ચર્ચા થતી રહે છે. હવે આ લગ્ન વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લગ્નની વ્યવસ્થા માટે સૌથી બેસ્ટ વસ્તુઓની પસંદગી કરી હતી. નીતા અંબાણી પુત્રવધુ શ્લોકાને ખાસ હીરાનો હાર ભેટમાં આપ્યો હતો.
આ હિરાના હારની કિંમત અધધ 300 કરોડ રૂપિયા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતા અંબાણીએ શરૂઆતમાં શ્લોકાને ખાનદાની હાર આપવા વિચારેલું. તેમની જુની પરંપરા અનુંસાર તેઓ આમ કરવા માંગતા હતાં. પરંતુ બાદમાં નીતા અંબાણીએ શ્લોકાને આ અનમોલ હાર ભેટમાં આપ્યો હતો.
આ હારને ‘L’Incomparable ના નામે પણ ઓળખવામાં આવે છે. જેને લેબેંસ જ્વેલરે બનાવ્યો છે. જ્વેલરના જણાવ્યા પ્રમાણે આ દુનિયાનો સૌથી મોંઘો હાર છે. સાસુ નીતા અંબાણી ઉપરાંત નણંદ ઈશા અંબાણીએ શ્લોકાને એક બંગલો ભેટમાં આપ્યો છે.