મુંબઈ ઈન્ડિયન્સ સાથેની 2008થી શરુ થયેલી સફર નીતા અંબાણી માટે  ખૂબ જ યાદગાર છે . મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની માલિક રિલાયન્સ કંપની છે, જેનું સંચાલન અંબાણી પરિવાર કરે છે. નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી ઘણીવાર મુંબઈની ટીમના સમર્થનમાં સાથે જોવા મળે છે. નીતા અંબાણી માત્ર વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત નથી, તેઓ એક સારા બિઝનેસવુમન પણ છે.  મુંબઈ ઈન્ડિયન્સ સાથેની નીતા અંબાણીની સ્પોર્ટ્સ જર્ની પણ ખૂબ જ યાદગાર રહી છે. 
 
Mi ને સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બનાવી


તેમણે  2008 થી અત્યાર સુધીમાં ટીમને એક નવી ઊંચાઈ આપી છે.  મુંબઈ ઈન્ડિયન્સમાં તેમણે હંમેશા યુવા પ્રતિભાને તક આપી છે.  Mi ને સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બનાવવા માટે  નીતા અંબાણીનો જુસ્સો અને સમર્પણ છે.  ખેલાડીઓને વિશ્વ કક્ષાનું પ્રશિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવામાં નીતા અંબાણીની સૌથી મોટી ભાગીદારી છે. 


મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ જેદ્દાહમાં આઈપીએલની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઘણા યુવા ખેલાડીઓ ખરીદવા વિશે વાત કરી હતી. નીતા અંબાણીએ કહ્યું MIએ ઐતિહાસિક રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઘણા બધા ખેલાડીઓ આપ્યા છે અને તેમણે મરાઠીમાં મેસેજ સાથે તેમના જુસ્સાદાર સમર્થન માટે MI પલ્ટનનો આભાર માન્યો હતો.



દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રિલાયન્સ ફાઉન્ડેશન સામેલ છે. નીતા અંબાણી અને આ ગ્રુપ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક છે. આ ટીમ પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતી ચૂક્યું છે. 


IPL માં મુંબઈ 5 વખત વિજેતા બન્યું છે


મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017, 2019 અને 2020 ચેમ્પિયન થયું હતું. તમામ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની કેપ્ટશીપ હેઠળ ચેમ્પિયન બન્યું હતું. 



નીતા અંબાણી મુકેશ અંબાણીના પત્ની છે. નીતા અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સંસ્થાપક અને ચેરપર્સન પણ છે. આ સિવાય તેઓ મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ટીમના કો-ઓનર પણ છે. આ સિવાય તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને નેશનલ એસોસિએશન ઓફ બ્લાઈન્ડની દ્રષ્ટિ નામના એક એનજીઓ સાથે પણ જોડાયેલા છે. વર્ષ 2010માં નીતાએ રિલાયન્સ ફાઉન્ડેશન નામના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.