Nita Mukesh Ambani Cultural Centre : નીતા અંબાણીની ઈવેન્ટ NMACCએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવુડથી માંડીને જાણીતિ હસ્તીઓએ જાહરી આપી ચાર ચાંદ લગાવી દીધા હતાં. સાથે જ આ કાર્યક્રમમાં બધું જ ખાસ હતું. આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિને રજૂ કરવામાં આવી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ત્યાં હાજર લગભગ દરેક વ્યક્તિએ પોતપોતાના પોશાક દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરી હતી. જ્યારે આ અદ્ભુત ઘટનાનું સેંટર પોઈન્ટ અહીંનું ભોજન હતું. જો અંબાણી પરિવારનો પ્રસંગ હોય તો ત્યાંનું ભોજન પણ ઉત્તમ જ હોય.

NMACCના લોન્ચિંગ સમયે મહેમાનોને વિશાળ ચાંદીની પ્લેટમાં વાનગીઓ પીરસવામાં આવી હતી. આ સ્વાદિષ્ટ ભોજનની થાળી જોઈને તમામ મહેમાનોના મોંમાં પાણી આવી ગયા. આ ઇવેન્ટમાં ભાગ લેનારા સ્ટાર્સ આ પ્લેટનો ફોટો શેર કરવાથી પોતાને રોકી શક્યા નહોતા. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે આ શાહી ચાંદીની પ્લેટની તસવીર પોતપોતાના ઇન્સ્ટા પર શેર કરી હતી.





ચાંદીની થાળીમાં શું પીરસવામાં આવ્યું?


આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર સુંદર પોશાક પહેરીને પહોંચી હતી. પોતાની તસવીરો સાથે શ્રદ્ધાએ અંબાણી પરિવાર દ્વારા પીરસવામાં આવેલી ચાંદીની પ્લેટ પણ બતાવી હતી. આ ચાંદીની થાળીમાં ઘણી વાનગીઓ એકસાથે જોઈ શકાય છે. દાલ મખાની, પાલક પનીર, શાહી પનીર, પાપડ, લાડુ, ગુંજીયા, પરાંઠા, રોટલી સહિત અનેક પ્રકારની વાનગીઓ આમાં જોવા મળે છે. જાહેર છે કે, આ મોટી ઈવેન્ટમાં કઠોળની નવ અલગ-અલગ આઈટમો પણ પિરસવામાં આવી હતી. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિને દર્શાવતી વાનગીઓ પણ આ કાર્યક્રમમાં પિરસાઈ હતી.

NMACCની લોન્ચ ઈવેન્ટે ઘણી ચર્ચા બનાવી હતી. અહીં સૌકોઈની નજર શાહરૂખ ખાન પર પણ ટકેલી હતી. શાહરૂખે વિદેશથી આવનારા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ઈવેન્ટનું આયોજન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના અંબાણી પરિવાર સાથે ગાઢ સંબંધ છે. શાહરૂખ સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સ આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા.