નવી દિલ્હીઃ હોળી પહેલા ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 52.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યાર સુધી 893.50 રૂપિયામાં મળતો ઘરેલુ ગેસ સિલિન્ડર હવેથી 841 રૂપિયામાં મળશે. ફેબ્રુઆરીમાં રાંધણ ગેસના બાટલામાં 144.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. નવા દર રવિવાર સવારથી જ લાગુ થઈ ગયા છે.


19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડર પણ 84.50 રૂપિયા સસ્તો થયો છે.  આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 1381.50 રુપિયા થઈ ગયો છે. બીજી તરફ કોલકાતામં તેના માટે 1450 રૂપિયા, મુંબઈમાં 1331 રૂપિયા અને ચેન્નઈમાં 1501.50 રૂપિયા ચૂકવવા પડશે.નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.

ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ઘટાડો થતાં હવે ગ્રાહકોના ખાતામાં 325.17 રૂપિયા સબસિડી આવશે. એટલે કે સબસિડીવાળા ગ્રાહકોએ આશરે 515 રૂપિયા ચુકવવા પડશે.

વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘરને 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો તેનાથી વધારે સિલિન્ડર જોઈતા હોય તો બજાર મૂલ્ય પર ખરીદી કરવી પડે છે. સરકાર દર વર્ષે 12 સિલિન્ડર પર જે સબસિડી આપે છે તેની કિંમત દર મહિને વધ-ઘટ થતી રહે છે.

India vs New Zealand 2nd Test: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઈનિંગમાં ભારતનો ધબડકો, 90 રનમાં ગુમાવી 6 વિકેટ

ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત

1 એપ્રિલથી મોંઘા થઈ જશે વોડાફોન આઈડિયાના પ્લાન, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો