ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2020 07:51 AM (IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમણે ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી.
(અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.)
કેરોલિનાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમણે ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી. અમદાવાદમાં તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો અને બાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આશરે સવા લાખ લોકોને સંબોધન કર્યુ હતું. આ ઘટના હજુ પણ તેમના દિમાગમાં છવાયેલી છે. શનિવારે કોરોલિનામાં જનમેદનીથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું, “ભારત પ્રવાસ બાદ હવે હું ભીડને લઈ વધારે ઉત્સાહિત થતો નથી. નરેન્દ્ર મોદી મહાન નેતા છે, તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. ભારત જવું મારા માટે સાર્થક રહ્યું.” દક્ષિણ કેરોલિનામાં મોટી સંખ્યામાં લોકોને જોઈ ટ્રમ્પ ઘણા થુશ થયા હતા. ટ્રમ્પે તેમના ભાષણની શરૂઆત “ધન્યવાદ દક્ષિણ કેરોલિના”થી કરી હતી. ભાષણમાં તેમણે તેમની સરકારના કરવામાં આવેલા કાર્યો જણાવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત ભારત યાત્રા સફળ રહી હોવાનું પણ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ ભારત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પત્ની મેલાનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ પણ આવ્યા હતા. India vs New Zealand 2nd Test: ભારતીય બોલર્સનો શાનદાર દેખાવ, ન્યૂઝીલેન્ડે 178 રનમાં ગુમાવી 8 વિકેટ