Indigo Salary Cabin Crew: દેશની સૌથી મોટી ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ પોતાના કર્મચારીઓને લઈને મોટા સમાચાર આપ્યા છે. ઈન્ડિગો એરલાઈને એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ કરતા ટેક્નિકલ સ્ટાફના પગારમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિગો એરલાઈને કોવિડ-19 મહામારીને કારણે પગારમાં કાપ મૂક્યો હતો. જે હવે સમાપ્ત કરવામાં આવ્યો છે. આ જાણકારી કંપની દ્વારા આંતરિક રીતે જારી કરવામાં આવેલા ઈ-મેલમાં આપવામાં આવી છે. કંપનીના મોટી સંખ્યામાં કર્મચારીઓ રજા પર ઉતરી ગયા હતા ત્યારે ઈન્ડિગો તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


પગાર વધારાથી કર્મચારીઓ ખુશ


ઈન્ડિગોના મોટી સંખ્યામાં મેન્ટેનન્સ ટેક્નિકલ કામદારો તેમના પગાર વધારાને લઈને શનિવાર અને રવિવારે હડતાળ પર હતા. કંપનીએ તરત જ પગાર વધારવાનો નિર્ણય કર્યો. અગાઉ 2 જુલાઈએ ઈન્ડિગોની 50% ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી. એરલાઇનના કેબિન ક્રૂ કર્મચારીઓએ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ આપી રજા લીધી હતી. કંપનીને આ માહિતી મળી હતી, મોટાભાગના લોકો ઇન્ટરવ્યુ આપવા માટે બીજે ક્યાંક ગયા હતા.


પગારમાં 8% વધારો


એરલાઈને કર્મચારીઓના પગારમાં 8%નો વધારો કર્યો છે. એક રીતે, ઇન્ડિગોએ કોવિડ પહેલા જેટલું ઓવરટાઇમ ભથ્થું આપ્યું છે. એરલાઇન તરફથી આ ફેરફારો 1 ઓગસ્ટ, 2022થી લાગુ કરવામાં આવશે. આ પહેલા એપ્રિલમાં પાઈલટોના પગારમાં 8%નો વધારો કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો


Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત


Shilpa Shirodkar: શું કારણ હતું કે 80-90ના દશકની આ એક્ટ્રેસે અચાનક ફિલ્મોમાંથી લીધો સન્સાસ!


Rajesh Khanna: એક સમયે એકલા પડી ગયા હતા રાજેશ ખન્ના, માત્ર આ વ્યક્તિને જ બોલાવતા હતા