ભારતની અગ્રણી ડિજિટલ ફાયનાન્સિયલ સર્વિસેઝ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ ભાડાની ચુકવણી માટે તેના પ્લેટફોર્મમાં એક ફીચર એડ કર્યુ છે. જેના કારણે હવે આ એપના માધ્યમથી ભાડે રહેતા લોકો પણ સરળતાથી મકાનનું ભાડું ચૂકવી શકશે. કંપનીએ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર એક હજાર રૂપિયાના કેશબેકની જાહેરાત પણ કરી છે. દરેક ટ્રાન્ઝેકસન ઉપરાંત યૂઝર્સ ક્રેડિટ કાર્ડથી પોઇન્ટ જમા કરાવી શકે છે.


પેટીએમે નિવેદન બહાર પાડીને જણાવ્યું, મકાન માલિકને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે યૂઝર્સે પેટીએમના હોમસ્ક્રીન પર રિચાર્જ એન્ડ પે બિલ્સ સેક્શનમાં જવું પડશે. જ્યાં પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ મંથલી રેંટ ને ટ્રાન્સફર કરવા બાકીના સ્ટેપ્સ પૂરા કરો. યૂઝર્સ તેમના ક્રેડિટ કાર્ડથી સીધા મકાન માલિકના બેંક એકાઉન્ટમાંથી ભાડું ટ્રાન્સફર કરી શકે છે.

પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવના કહેવા મુજબ, આપણા દેશમાં મકાનના ભાડા માટે એક નિશ્ચિત રકમ વારંવાર જમા કરાવવાનો મોટો ખર્ચ થાય છે. લોન્ચ થયાના થોડા મહિનાની અંદર રેંટ પેમેંટ ફિચર કેશ ફ્લો જાળવી રાખવા યુઝર્સને સક્ષમ બનાવશે.  માર્ચ 2021 સુધીમાં અમને 300 કરોડ રૂપિયાનું રેંટ પ્રોસેસ થવાની આશા છે.