વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવવાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ સોમવારે 60 ડોલરને પાર થઈ ગયું હતું જે જાન્યુઆરી 2020 બાદ વર્ષની ઉચ્ચ સપાટી પર છે. સોમવારે ક્રૂડ ઓઈલ 2 ટકા ઉછળ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે, હવે તે 61 ડોલર સુધી જઈ શકે છે. જો આમ થાય તો પેટ્રોલ અને ડીઝલની કિંમત ભવિષ્યમાં હજુ પણ વધી શકે છે. જોકે હાલમાં ક્રૂડની કિંમત હાલમાં 58 ડોલરની આસપાસ સ્થિર છે.
4 મેટ્રો શહેરમાં Petrolનો ભાવ
શહેર ગઈકાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 87.30 87.60
મુંબઈ 93.83 94.12
કોલકાતા 88.63 88.92
ચેન્નઈ 89.70 89.96
4 મેટ્રો શહેરમાં Dieselનો ભાવ
શહેર ગઈકાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 77.48 77.73
મુંબઈ 84.36 84.63
કોલકાતા 81.06 81.31
ચેન્નઈ 82.66 82.90
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.