નહીં લગાવવા પડે RTOના ચક્કર
આ પ્રસ્તાવ બાદ વાહનના માલિકના મોતના કેસમાં કોઈપણ મુશ્કેલીવગર વાહનનું ટ્રાસન્ફર થઈ શકશે. તમારે હાલની જેમ પરિવારના સભ્યોએ સતત અલગ અલગ ઓફિસ જવાની અને અનેક જાણકારી અને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂરત નહીં રહે. ઉપરાંત કોમર્શિયલ વ્હીકલના કેસમાં ક્યારેય વાહનની પરમિટ રદ્દ થઈ જાય છે. તેનાથી વાહનનો ઉપોયગ કરવાની મંજૂરી ફરીથી લેવામાં મુશ્કેલી આવી શકે છે.
આધાર કાર્ડથી થશે વેરિફિકેશન
વાહનના નોમિનિ વ્યક્તિને માલિકના મોતના કેસમાં વાહનનો કાયદાકીય ઉત્તરાધિકારી બનાવવા માટે ઓળખનો પુરાવો આપવો પડશે. જો નોમિનિ વ્યક્તિ પહેલાથી જ નોમિની છે, તો વાહનને તેના નાને ટ્રાન્સફર કરવામાં આવશે અને નોમિનિ વ્યક્તિએ પોર્ટલ પર ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને પોર્ટલના માધ્યમથી તેના નામ પર રજિસ્ટ્રેશનનાં નવાં સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે જે આધાર કાર્ડ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે.