નવી દિલ્હીઃ જો તમે સોનું (Gold) ખરીદવા માગો છો તો તમારા માટે હાલનો સમય શ્રેષ્ટ ચે. જાણકારોનું કહેવું છે કે ટૂંકમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. હાલમાં સોનાની કિંમત અંદાજે 45000 રૂપાય પ્રતિ 10 ગ્રામ છે. હાલમાં જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સોનાની કિંમતમાં ઘટાડો થશે પરેતં એવું થતું દેખાતું નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે શા માટે સોનાની કિંમતમાં ઉછાળો આવી શકે છે.
કોરોનાના વધતા કેસ
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસ(Corona virus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અનેક રાજ્યોમાં લોકડાઉન લગાવવાની સ્થિતિ ઉભી થઈ છે. એવામાં લોકો ફરી એક વખત સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. જો એવું થયું તો તેની કિંમતમાં ઝડપથી વધી શકે છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. તે સમયે કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરી રહ્યા હતા.
એફડી (FD) પર વ્યાજ દરમાં ઘટાડો
કોરોના વાયરસને કારણે વિશ્વભરની બેન્કિંગ સિસ્ટમ પણ પૂરી રીતે પ્રભાવિત થઈ છે. આ જ કારણ છે તમામ બેંકોએ થાપણો પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જો દેશમાં ફરીથી એક વખત કોરોનાના કેસ વધે તો બેંક આ વ્યાજરમાં હજુ પણ ઘટાડો કરી શકે છે. એવામાં લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરશે અને તેની માગ વધશે. માગ વધવાથી તેની કિંમતમાં પણ ઉછાળો આવશે.
લગ્નની સીઝનમાં માગ વધશે
દેશમાં લગ્નની સીઝન પણ શરૂ થવા જઈ રહી છે અને એવામાં સોનાની માગ વધી શકે છે. મોટેભાગે જોવા મળતું હોય છે કે લગ્નની સીઝનમાં સોનાની કિંમત વધી જતી હયો છે. એક વખથ ફરી આજ કારણોસર સોનાની કિંમત વધી શકે છે. જો તમે હાલમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે.