બીપીસીએલે એક નિવેદનમાં જણાવ્યું, ભારત ગેસ (બીપીસીએલનું એલપીજી બ્રાંડ નામ)ના દેશભરમાં આવેલા ગ્રાહકો ક્યાંયથી પણ વોટ્સએપ દ્વારા રાંધણ ગેસનો બાટલો બુક કરાવી શકે છે. કંપનીએ કહ્યું, તેમણે સિલિન્ડર બુકિંગ માટે એક નવી વોટ્સએપ બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે. વોટ્સએપ પર આ બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર 1800224344 પર ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી કરાવી શકે છે.
કંપનીના કાર્યકારી નિર્દેશક ટી પીતાંબરમે કહ્યું, વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને બુકિંગ થયાનો મેસેજ મળશે. જેની સાથે એક લિંક પણ મોકલવામાં આવશે, તેના પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને અમેઝોન જેવી બીજી પેમેન્ટ એપ દ્વારા ચૂકવણી કરી શકાય છે. કંપની એલપીજી ડિલિવરી પર નજરા રાખવા અને ગ્રાહકોની આ અંગે પ્રતિક્રિયા લેવાનું પણ વિચારી રહી છે.
વોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગ કરાવાની જોગવાઈથી ગ્રાહકોને વધુ સરળતા રહેશે. વોટ્સએપ આમ પણ લોકોમાં ઘણુ લોકપ્રિય છે. આ નવી શરૂઆતથી અમે ગ્રાહકોની વધુ નજીક પહોંચીશું તેમ પણ જણાવ્યું હતું.