નવી દિલ્હીઃ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની મુશ્કેલીઓને કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પ્રોત્સાહન આપવામાં આવી રહેલ સમસ્યાને આરબીઆઈ ટૂંકમાં જ દૂર કરાવની છે. આરબાઈએએ કાર્ડ અને વોલેટથી ઓફલાઈન પેમેન્ટ કરવા મામલે ગાઇડલાઈન બહાર પાડી છે. આરબીઆઈએ ઓફલાઈન રિટેલ પેમેન્ટ્સની પાયલટ સ્કીમને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત કાર્ડ અથવા મોબાઈલ ડિવાઈસ દ્વારા ડિજિટલ પેમેન્ટ કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વગર થઈ શકશે. આ સ્કીમ એવા ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવીટી સ્લો હોય અથવા તેમાં મુશ્કેલી આવતી હોય.


કંપનીઓ ઓફલાઈન પેમેન્ટ સોલ્યૂશન ડેવલપ કરેઃ આરબીઆઈ

આરબીઆઈએ કહ્યું કે, ઇન્ટરનેટની પહોંચ ન હોય અથવા ઇન્ટરનેટની ગતિ ધીમી ડિજિટલ પમેન્ટનો વિકલ્પ બનમાં મોટી મુશ્કેલી છે. માટે કાર્ડ, વોલેટ અથવા મોબાઈલ ડિવાઈસ દ્વારા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આપવો જોઈએ. આરબીઆઈએ સ્ટેટમેન્ટ ઓફ ડેવપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલિસીસમાં કહ્યું કે, તેણે કંપનીઓને ઓફલાઈન પેમેન્ટ સોલ્યૂસન વિકસિત કરવા માટે કહ્યું છે. તેમાં ઓછી વેલ્યૂના ઓફલાઈન મોડમાં ઇનબિલ્ટ ફીચર્સની સાથે નાની વેલ્યૂના પેમેન્ટનો પાયલટ સ્કીમને મંજૂરીનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે.

યૂએસએસડી કોડના ઉપયોગથી ઓફલાઈન પેમેન્ટ શક્ય

આગળ ચાલીને યૂએસએસડી કોડનો ઉપયોગ કરીને યૂપીઆઈ અને મોબાઈલ પેમેન્ટની જેમ જ કાર્ડ અને વોલેટ બેસ્ડ સોલ્યૂશનનો ઉપયોગ કરી શકાય છે. યૂપીઆઈથી ઇન્ટરનેટ અથવા સ્માર્ટપોનના ટ્રાન્ઝેક્શન શક્ય છે. આરબીઆઈ ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશનને પહેલા જ પ્રોત્સાહન આપી રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI ઘણાં વર્ષોથી *99# ચલાવી રહ્યું છે. આ મોબાઈલ બેન્કિંગ સર્વિસ ફીચર ફોન દ્વારા મેળવી શકાય છે. સરકારનું પૂરું ધ્યાન એવા વિસ્તારમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પ્રોત્સાહન આપવા પર છે જ્યાં ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નથી.