શું તમે જાણો છો કે તમે ઇન્ટરનેટ વગર પણ ફોન દ્વારા તમારા એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો ? હા, ઑફલાઇન UPI ચુકવણી ખાસ કરીને નબળા નેટવર્ક કવરેજવાળા વિસ્તારોમાં ઉપયોગી થઈ શકે છે. ખરેખર, ઑફલાઇન UPI ચુકવણી USSD કોડ આધારિત સેવા છે.


UPI ઑફલાઇન ચુકવણી નંબર *99# છે. આ નંબરથી તમે ઈન્ટરનેટ વગર પણ UPI સેવાનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ સેવા દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં રહેતા લોકો માટે કામ કરે છે.


આ સેવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી યુએસએસડી નંબર ડાયલ કરવાની જરૂર છે.


ઑફલાઇન UPI ચુકવણીની મર્યાદા કેટલી છે ?


યુઝર્સ માટે ઓફલાઈન UPI પેમેન્ટની સીમા પણ નક્કી કરવામાં આવી છે. આ સેવાનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ 5000 રૂપિયા સુધીની લેવડદેવડ કરી શકે છે.


જો કે, અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ચુકવણીની આ પદ્ધતિમાં દરેક ટ્રાન્ઝેક્શન પર 0.50 રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવે છે.


નોન-ઈન્ટરનેટ પેમેન્ટ માટે પહેલા તમારે ઓફલાઈન UPI પેમેન્ટ સેટ કરવાની જરૂર છે. આ સેટઅપ પ્રક્રિયા થોડી મિનિટો લે છે -


આ રીતે ઑફલાઇન UPI પેમેન્ટ સેટ કરો 


સૌ પ્રથમ તમારે ફોનના ડાયલરમાંથી *99# કોડ દાખલ કરવો પડશે.
હવે તમારે તમારી ભાષા પસંદ કરવાની છે.
હવે બેંકનો IFSC કોડ નાખવો પડશે.
હવે તમારે તમારું બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે.
હવે તમારે તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંક અને સમાપ્તિ તારીખ દાખલ કરવી પડશે.
જ્યારે તમામ વિગતો સાચી જણાય છે, ત્યારે UPI સુવિધા સક્રિય થાય છે. 


ડિજિટલના આ જમાનામાં આપણે G pay, phone pay, paytm સહિતની ઓનલાઈન એપ્સ થકી ચૂકવણું કરીએ છીએ. તે સલામત પણ છે પરંતુ છતાં પણ છેતરપીંડીના વધતા કિસ્સાઓ વચ્ચે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.


જો તમે પોતાના ફોનમાં UPI એપ્સનો ઉપયોગ કરો છો તો ફોનમાં સ્ક્રીન લોક રાખવાનું ભૂલતા નહીં. એટલું જ નહીં પેમેન્ટ એપમાં પણ પિન અથવા ફિંગરપ્રિંટ સેટ કરી લોક રાખવી. UPI પિન કોઇપણ ડિજિટલ ટ્રાન્જેક્શનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. એવામાં આ પિનને ક્યાંય લખીને રાખવા કે સેવ કરવા ખતરનાક સાબિત થશે. ભૂલથી પણ આ પિનને કોઇપણ વ્યક્તિ સાથે શેર ન કરવા. જો ભૂલથી UPI પિન શેર થઇ ગયા તો તુરંત તેને બદલી નાખવો જોઈએ.