મુંબઈઃ પીએમ મોદીની અપીલ બાદ દેશભરમાં લાખો લોકોએ મીણબત્તી અને દીવા પ્રગટાવ્યા હતા. ખુદ પીએમ મોદીએ પણ પોતાના નિવાસમાં દીવો પ્રગટાવ્યો હતો. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પીએમ મોદીની અપીલનું સમર્થન કરતાં જોવા મળ્યા હતા. તેમણે પણ પોાતના ઘરે દીવો પ્રગટાવ્યો હતો.


RILના પ્રમુખ મુકેશ અંબાણીએ પોતાની પ્તની નીતા અંબાણીની સાથે દીવો પ્રગટાવ્યો. અંબાણી દંપત્તિએ પોતાના ઘરે એન્ટીલિયામાં દીવો પ્રગટાવીને પીએમ મોદીની એકતાની અપીલનું સમર્થન કર્યું.

મુકેશ અંબાણીએ પીએમની અપીલ અનુસાર 9 મિનિટ સુધી દીવો પ્રગટાવ્યો. આ દરમિયાન નીતા અંબાણીએ મીણબત્તી પ્રગટાવી. તમને જણાવીએ કે આ દરમિયાન અંબાણીના ઘર એન્ટીલિયાની તમામ લાઈટો 9 મિનિટ સુધી બંધ કરવામાં આવી હતી. આ 9 મિનિટ દરમિયાન એન્ટીલિયામાં માત્ર દીવડા અને મીણબત્તીનો જ પ્રકાશ જોવા મળ્યો હતો.


નોંધનીય છે કે, આ પહેલા મુકેશ અંબાણીએ પોતાના પરિવારની સાથે તાળી અને થાળી પણ વગાડી હતી. તમને જણાવીએ કે, પીએમ મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે 5 કલાકે તાળી અને થાળી વગાડવાની અપીલ કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી, નીતા અંબાણી અને સમગ્ર પરિવાર એન્ટીલિયાની છત પર તાળી અને તાળી વગાડતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.