કંપનીએ પોતાના ગ્લોબલ વર્કફોર્સમાંથી લગભગ 5000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે અને પોતાના વર્કફોર્સને ઘટાડીને 25000 આસપાસ કરશે. સૌથી મોટો જોબ કટ ચીનમાં થશે જ્યાં કોરોના વાયરસના કારણે ઓયો હોટલ્સના બિઝનેસને મોટું નુકસાન થયું છે.
ઓયો હોટલ્સ એક ભારતીય સ્ટાર્ટઅપ છે જેમાં જાપાની કંપની સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પોરેશે રોકાણ કર્યું છે. ઓયોની વર્ષ 2013માં સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું વેલ્યૂએશન વધીને લગભગ 10 અબજ ડોલર પહોંચ્યું છે. પરંતુ કંપની સતત અનેક વર્ષોથી નુકસાનમાં જઇ રહી છે. હવે કોરોનાના કારણે તેના બિઝનેસને અસર પહોંચી છે. કંપનીના ફાઉન્ડર અને ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર રીતેશ અગ્રવાલે કહ્યું કે 2020માં કંપનીનું ધ્યાન પ્રોફિટેબિલિટીની સાથે ગ્રોથ વધારવા પર રહેશે.