Link Aadhaar Card with PAN Card: ભારત સરકારે તમામ પાન કાર્ડ ધારકો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય છેતરપિંડી અટકાવવાનો અને નાણાકીય પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવે, નહીં તો તેમનું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે જે ભવિષ્યમાં ઘણી નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે.






PAN-આધાર લિંક કરવા માટેનું કારણ


પાન અને આધાર કાર્ડને લિંક કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય ડેટાની સુરક્ષા અને જવાબદાર વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો છે. ઘણી ફિનટેક કંપનીઓ પાન કાર્ડની જાણકારીનો ખોટો ઉપયોગ કરતા ગ્રાહકોની પ્રોફાઇલ બનાવતા હતા જેનાથી પ્રાઇવેસી સંબંધિત ગંભીર ચિંતાઓ ઉઠી હતી. ગૃહ મંત્રાલય (MHA) એ આવકવેરા વિભાગને નિર્દેશ આપ્યા છે કે પાન કાર્ડ મારફતે પર્સનલ ડિટેલ્સ સુધી પહોંચને સીમિત કરવામાં આવે જેનાથી સંવેદનશીલ જાણકારીનો દુરુપયોગ ના થાય.


જો PAN આધાર સાથે લિંક ન હોય તો શું થાય?


જો 31 ડિસેમ્બર, 2024 સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કાર્ડ ઇન એક્ટિવ થઈ જશે. આનાથી માત્ર નાણાકીય લેવડદેવડમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, પરંતુ પછીથી તેને ફરીથી એક્ટિવ કરવાનું પણ મુશ્કેલ બનશે. તેથી સમયસર PAN અને આધારને લિંક કરવું મહત્વપૂર્ણ છે.


નવા કરારની અસર


આ પગલું માત્ર નાણાકીય છેતરપિંડી અટકાવવામાં મદદરૂપ થશે નહીં પરંતુ દેશમાં ડેટા ગોપનીયતા વિશે જાગૃતિ વધારવામાં પણ મદદ કરશે. સરકારના આ પગલાથી નાણાકીય વ્યવસ્થામાં સુધારો થશે અને લોકો માટે સુરક્ષિત અને પારદર્શક નાણાકીય વ્યવસ્થા ઉભી થશે.                                                                                                                        


Personal Loan ના બદલે ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો ઉઠાવો, જાણો કોણ લઈ શકે છે ?