IPO ના કિસ્સામાં પારસ ડિફેન્સે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આઇપીઓના ઇતિહાસમાં પ્રથમ દિવસે સૌથી વધુ સબસ્ક્રિપ્શન મેળવનારી તે પ્રથમ કંપની બની છે. પારસ ડિફેન્સને પહેલા દિવસે 16.57 ગણો ભરાયો હતો. અગાઉ 2008માં રિલાયન્સ પાવર પ્રથમ દિવસે 10.68 ગણો ભરાયો હતો.
પારસ ડિફેન્સનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલ્યો
21 સપ્ટેમ્બરના રોજ આઈપીઓ ખુલતા જ પ્રથમ દિવસે પારસ ડિફેન્સના આઈપીઓમાં રિટેલનો હિસ્સો 13.36 ગણઓ ભરાયો હતો. પારસ ડિફેન્સ આ આઈપીઓ મારફતે 170 કરોડ રૂપિયા એકત્ર કરશે. આઈપીઓ ખુલ્યાના પ્રથમ કલાકમાં જ સાત ગણો ભરાયો હતો. અને આઈપીઓ ખુલ્યાની પ્રથમ 5 મિનિટમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
165 થી 175ની પ્રાઈસ બેન્ડ
કંપનીએ આઈપીઓ માટે 165થી 175ની પ્રાઈસ બેન્ડ રાખી છે. કંપની મોંઘા ભાવે આઈપીઓ લાવી રહી છે. તે 42ના PE (પ્રાઇસ ટુ કમાણી) પર આવી આવી રહ્યો છે. એટલે કે, રોકાણકારો એક રૂપિયાના શેર માટે 42 રૂપિયા ચૂકવી રહ્યા છે. બીજી બાજુ કંપનીની આવક અને નફો છેલ્લા ત્રણ વર્ષમાં સતત ઘટી રહ્યો છે. ઉપરાંત કંપનીની માર્કેટ કેપ આઈપીઓ બાદ 683 કરોડ રૂપિયા હશે, તેથી આ સ્ટોક T2T સેગમેન્ટમાં વેપાર કરશે.
ઈશ્યૂથી દૂર રહેવાની સલાહ
ઘણા બ્રોકરેજ હાઉસે આ ઈશ્યૂથી દૂર રહેવાની સલાહ આપી છે. પહેલા દિવસે સૌથી વધુ સબ્સ્ક્રિપ્શનની વાત કરીએ તો આ રેકોર્ડ 2008માં રિલાયન્સ પાવરના ઇશ્યૂના નામે હતો. જોકે, પ્રથમ દિવસે રિટેલ રોકાણકારોનું સબ્સ્ક્રિપ્શન માત્ર 0.82 ગણું હતું. છેલ્લા દિવસે 73 ગણો આ ઇશ્યૂ ભરાયો હતો. અત્યાર સુધીમાં 4 આઈપીઓ પ્રથમ દિવસે 5 ગણાથી વધારે ભરાયા છે.
એડલવાઇસ કેપ ઇશ્યૂ 5.81 ગણો ભરાયો હતો
2007માં આવેલા એડલવાઇસ કેપિટલનો ઇશ્યૂ પ્રથમ દિવસે 5.81 ગણો ભરાયો હતો. છેલ્લા દિવસે તે 110 ગણો ભરેલો હતો. રિટેલનો હિસ્સો 0.21 ગણો ભરાયો હતો. તે જ વર્ષે, રેલીગેરનો આઈપીઓ પ્રથમ દિવસે 5.95 વખત અને છેલ્લા દિવસે 160 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો પ્રથમ દિવસે માત્ર 1.41 વખત ભરાયો હતો.