નવી દિલ્હી: પારલે જી બિસ્કિટને લોકડાઉન દરમિયાન ખૂબ જ ફાયદો થયો છે. કોરોનાના સંકટમાં તમામ કંપનીઓ નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો તો પારલે-જી બિસ્કિટનું એટલુ વેચાણ થયું કે તેણે છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એનું એક મોટુ કારણ એ પણ છે કે કોરોના સંકટમાં લોકોએ ઘરમાં પારલે જી બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. ગરીબો અને જરૂરીયાત લોકોમાં પણ લોકોએ બિસ્કિટનું વેચાણ કર્યું છે. બધાની પસંદ પારલે જી બિસ્કિટ રહ્યા આ જ કારણે કંપનીનું વેચાણ લોકડાઉનમાં ખૂબ જ સારૂ રહ્યું છે.


વર્ષ 1938થી પારેલ જી બિસ્કિટ લોકોના ફેવરિટ છે. 82 વર્ષથી વેચાઈ રહેલા પારલે બિસ્કિટે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ વેચાણ કર્યું છે. પારલેએ સેલ્સ નંબર તો નથી બતાવ્યા પરંત છેલ્લા 8 દશકમાં આ ત્રણ મહિનાના લોકડાઉનનો સમય ખૂબ સારો સાબિત થયો. કેટલાક યૂઝર્સે તો લખ્યું કે આ બિસ્કિટ નહી પરંતુ ઈમોશન છે.



પારલે પ્રોડક્ટ કેટેગરી હેડ મયંક શાહનું માનીએ તો માર્કેટ શેરમાં 5 ટકાનો વધારો થયો છે. જેમાં 80થી 90 ટકા ગ્રોથ પારલે-જી સેલના કારણે થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પારલેએ લોકડાઉનની જાહેરાત બાદ પોતાનું ઓપરેશન શરૂ કરી દિધુ હતું. જેમાં કેટલીક કંપનીઓએ પોતાના કર્મચારીની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન પણ રાખ્યું છે. તેમના આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી. જેથી કર્મચારી સુરક્ષિત રીતે કામ કરી શકે. ફેક્ટરીઓની શરૂઆત થવા પર કંપનીઓએ એ પ્રોડક્ડ પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય કર્યો જેનું વેચાણ લોકડાઉનના સમયમાં વધારે થયું છે.