નવી દિલ્હી: SBIએ માર્જિન કૉસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લૈંડિંગ રેટ એટલે કે MCLRમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી બેંકના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. એસબીઆઈએ દરમાં ઘટાડો દરેક લોનના દર માટે કર્યો છે.
નવા રેટ બાદ એસબીઆઈનો એમસીએલઆર એક વર્ષ માટે ઘટીને 7.00 ટકા રહી ગયો છે. આ પહેલા આ એક વર્ષ માટે 7.25 ટકા પર હતો. નવા દર 10 જૂન 2020થી લાગૂ થશે. બેંકે એક્સટર્નલ લિંક્ડ વ્યાજ દરોમાં પણ 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ એમસીએલઆરમાં સતત 13મી વખત ઘટાડો કર્યો છે. બેંકે પોતાના બેસ રેટમાં પણ ઘટાડો કર્યો છે. હવે નવા દર 7.40 ટકા છે. પહેલા બેસ રેટ 8.15 ટકા હતો. નવા બેસ રેટ પર 10 જૂન 2020થી લાગૂ થઈ જશે.
હોમ લોનની ઈએમઆઈ ઘટી શકે છે
આ ઘટાડાનો ફાયદો નવી લોન લઈ રહેલા લોકોને મળશે. તેનાથી તેમની ઈએમઆઈ હવે ઓછી થશે. એસબીઆઈની જેમ જ ઘણી અન્ય બેંકો પણ એમસીએલઆરમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના કારણે આર્થિક ગતિવિધિઓ ઓછી થઈ છે. જેનાથી લોનની માંગ ઓછી થઈ છે. આજ કારણ છે કે બેંક વ્યાજ દર ઘટાડી તેને વધારવા માંગે છે. કોરોના સંકટના કારણે તમામ બેંકોએ લોન ગ્રાહકોને છ મહીના સુધી લોન ન ચૂકવવાની છૂટ આપી છે.એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે છૂટ આપવા છચા એસબીઆઈના માત્ર 21.8 ટકા ગ્રાહકોએ છૂટ માટે આવેદન કર્યું છે. તેમણે કહ્યું 82 ટકા ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન બે અથવા વધુ ઈએમઆઈ આપી છે. તેમણે કહ્યું એસબીઆઈ પાસે ફંડની અછત નથી. તેમની પાસે હાલ એક લાખ કરોડ રૂપિયા છે, જેનાથી તે કોઈપણ આપાત સ્થિતિ સામે લડી શકે છે.
SBIએ ફરીથી લોનના દરમાં કર્યો ઘટાડો, ઓછી થઈ શકે છે હોમ લોનની EMI
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2020 04:00 PM (IST)
SBIએ માર્જિન કૉસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લૈંડિંગ રેટ એટલે કે MCLRમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી બેંકના હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -