નવી દિલ્હીઃ દેશમાં બેંક ફ્રોડની સમસ્યાને લઈ અનેક વખત વાત કરવામાં આવી ચુકી છે અને વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરતી રહી છે. આ સ્થિતિમાં સરકારે ચોમાસુ સત્રમાં દેશમાં 2015થી બેંક ફ્રોડ કરીને કેટલા આરોપી દેશ છોડી ફરાર થઈ ગયા તે માહિતી આપી હતી.

રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે ગૃહમાં જાણકારી આપતાં કહ્યું કે, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન તરફથી બેંક ફ્રોડના જેટલા મામલાની તપાસ થઈ રહી છે તેમાંથી 38 આરોપી અત્યાર સુધીમાં દેશ છોડીને ભાગી ગયા છે. 1 જાન્યુઆરી 2015 થી 31 ડિસેમ્બર 2019 સુધી ફાયનાન્સિયલ ગડબડના મામલામાં સામેલ 38 લોકો દેશ છોડીને ફરાર થઈ ગયા છે. સીબીઆઈના માધ્યમથી તપાસ કરવામાં આવતી હોવાની આ વાત છે.

સંસદમાં આપવામાં એવલી જાણકારી મુજબ લિસ્ટમાં વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી ઉપરાંત સાંડેસરા ગ્રુપના માલિક અને તેના નજીકના લોકોના નામ પણ છે. ગત વર્ષે 4 જાન્યુઆરી 2019ના રોજ સરકારે 27 આરોપીઓ દેશ છોડીને જતા રહ્યા હોવાની જાણકારી આપી હતી.