નવી દિલ્હીઃ શાકભાજીના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. દેશમાં લોકોએ રોજિંદી વપરાશની વસ્તુઓ માટે ખિસ્સામાંથી વધારે રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. ટમેટા, ડુંગળી જેવા દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુના ભાવ આકાશને આંબી રહ્યા છે.
હાલ ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે ટમેટાં 70-80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કોબીની આવક પણ માર્કેટમાં શરૂ થઈ ગઈ છે, સામાન્ય દિવસોમાં એકદમ નજીવા ભાવે મળતી કોબી હાલ 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે.
બટાકા હાલ 30-35 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓ માટે કઈ શાકભાજીની ખરીદી કરવી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. દૂધી પણ 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. શાકભાજી વિક્રેતાઓના કહેવા મુજબ, છેલ્લા થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે પાક નાશ પામ્યો હોવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે.
સોમવારે જાહેર થયેલા મોંઘવારીના આંકડામાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ખાદ્યચીજના ભાવમાં વધારો થવાથી આમ થયું હતું.
Cancer Preventions: આ ખાદ્ય પદાર્થો ઘટાડે છે કેન્સરનું જોખમ, અમુક તો ઘરમાં હોવા છતાં નથી હોતી ખબર