Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદનો દાવો છે કે કંપનીએ ભારતીય બજારમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જ્યાં મોટાભાગની કંપનીઓ નફા અને બજારની હિસ્સેદારીની રેસમા છે ત્યારે પતંજલિ પોતાને એક "મિશન" તરીકે રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફક્ત વ્યવસાય કરવાનો નથી, પરંતુ સંપૂર્ણ પારદર્શિતા અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરવાનો છે.
વ્યવસાયમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે- બાબા રામદેવ
પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીના સ્થાપકો, યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનું માનવું છે કે વ્યાપારમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે. "પારદર્શક મિશન"(Transparent Mission) હેઠળ કંપની એ સુનિશ્વિત કરવાનો પ્રયાસ કરે છે કે ગ્રાહકોને એ ખ્યાલ હોવો જોઈએ કે તેઓ શું વાપરી રહ્યા છે. તેના ઉત્પાદનોની ગુણવત્તાથી લઈને તેમની કિંમત સુધી પતંજલિએ બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) ના એકાધિકારને પડકાર ફેંક્યો છે અને સામાન્ય ભારતીયને સસ્તા વિકલ્પો પૂરા પાડ્યા છે.
પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી'
પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી' છે. કંપનીનું કહેવું છે કે, "જ્યારે દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વધે તો તેનો સીધો ફાયદો ભારતીય અર્થતંત્રને થાય છે. પતંજલિ તેના કાચા માલની ખરીદી સીધી ભારતીય ખેડૂતો પાસેથી કરવા પર ભાર મૂકે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને છે." તે સિવાય કંપનીનો દાવો છે કે તેના વ્યાપારથી થતા નફાનો એક મોટો હિસ્સો વ્યક્તિગત સંપત્તિ બનાવવાના બદલે દાન, શિક્ષણ, ગૌ સેવા અને યોગના પ્રચારમાં લગાવવામાં આવે છે."
અંતિમ ધ્યેય સમૃદ્ધ અને સ્વસ્થ ભારત છે
પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીએ હરિદ્વારમાં સંશોધનમાં પણ ભારે રોકાણ કર્યું છે જેથી ખાતરી કરી શકાય કે આયુર્વેદ આધુનિક વિજ્ઞાનના ધોરણોને પૂર્ણ કરે છે." ટીકાકારો છતાં પતંજલિ પોતાનું વલણ જાળવી રાખે છે કે તેનું અંતિમ લક્ષ્ય "સમૃદ્ધ અને સ્વસ્થ ભારત" છે. ટૂંકમાં કહીએ તો પતંજલિનું આ મોડલ કોર્પોરેટ જગત માટે એક કેસ સ્ટડી છે, જે દર્શાવે છે કે આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્રવાદને સાથે લઈને એક સફળ બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય છે.