Paytm IPO Listing: દેશના સૌથી મોટા આઈપીઓ પેટીએમનું આજે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું છે. જોકે પ્રાઇસથી નીચે લિસ્ટ થવાનો સંકેત પહેલા જ મળ્યો હતો. પેટીએમના શેરનું 1955 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે. 10 કલાકને 11 મિનિટે પેટીએમનો શેર 18 ટકાના ઘટાડા સાથે 1753.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

Continues below advertisement


દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશન લિમિટેડનો આઈપીઓ 8 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. પેટીએમની ઈશ્યુ પ્રાઇસ બેંડ 2080-2150 રૂપિયા હતી. જોરકે આઈપીઓ ખૂબ જ ચર્ચા છતાં 1.89 ગણો ભરાયો હતો.


શું છે કંપનીની યોજના


કંપની આઈપીઓ દ્વારા 18,300 કરોડ રૂપિયા એકત્ર કરવા પર કામ કરી રહી છે અને આઈપીઓ દ્વારા આ લક્ષ્ય હાંસલ થવાનો ભરોસો છે.


શું કહે છે એક્સપર્ટ


માર્કેટ એક્સપર્ટના કહેવા મુજબ, શેર લાંબાગાળાએ ફાયદાકારક છે. ઓછામાં ઓછા છ મહિના માટે શેર રાખી મુકવા જોઈએ. જો વચ્ચે સારો ભાવ આવે તો વેચી નાંખવા જોઈએ.