Paytm IPO: ભારતની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની પેટીએમના વર્તમાન અને પૂર્વ કર્મચારી મળીને 350 લોકો કરો઼પતિ બની ગયા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર સિદ્ધાર્થ પાંડે દેશના અત્યાર સુધીના સૌથી મોટા પબ્લિક ઈસ્યુ બાદ કરોડપતિ બનશે, પરંતુ તેમનું કહેવું છે કે નવ વર્ષ પહેલાં જ્યારે ફિનટેક ફર્મ પેટીએમમાં જોડાયો તે સમયે મારા પિતાના વિરોધને શાંત પાડવો પડ્યો હતો.


કંપની સૂચિબદ્ધ થતાં જ બની જશે કરોડપતિ


લાઇવ મિન્ટના રિપોર્ટ પ્રમાણે, કંપનીના એક સૂત્રએ રોયટર્સને જણાવ્યું હતું કે, પેટીએમના 2.5 અબજ ડોલરના આઇપીઓ બાદ લગભગ 350 વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓની નેટવર્થ ઓછામાં ઓછી એક કરોડ ભારતીય રૂપિયા (134,401.38 ડોલર) હશે. આવતા અઠવાડિયે કંપની સૂચિબદ્ધ થશે ત્યારે પાંડે જેવા ઘણા કરોડપતિ બનશે.


ભારત જેવા દેશમાં ઘણી મોટી રકમ


જે દેશમાં માથાદીઠ આવક બે હજાર અમેરિકન ડોલરથી ઓછી છે ત્યાં આ ઘણી મોટી રકમ છે. હાલ 39 વર્ષીય પાંડે  કંપની સાથે નથી અને અન્ય સ્ટાર્ટ-અપમાં કામ કરી રહ્યો છે. તે કહે છે કે પેટીએમમાં તેના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન તેની પાસે હજારો શેર હતા. તેણે કેટલા શેર છે તેની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ શુક્રવારે શેરની કિંમત 2,150 રૂપિયા (28.9 ડોલર) હતી. પાંડેએ કહ્યું કે તેની કિંમત 1 મિલિયન ડોલરથી વધુ હશે."મારા પપ્પા ખૂબ જ ડિમોટિવેટેડ હતા. તેમણે કહ્યું હતું કે, 'આ પેટીએમ શું છે?!', 


પાંડે ક્યારે જોડાયા હતા પેટીએમમાં


પાંડેએ રોયટર્સને 2013માં પેટીએમમાં જોડાયા તે સમયનો ઉલ્લેખ કર્યો હતો.પાંડે પેટીએમમાં જોડાયા ત્યારે તે મુખ્યત્વે 1,000થી ઓછા સ્ટાફ વાળી નાની પેમેન્ટ કંપની હતી. આજે કંપનીમાં 10,000થી વધુ કર્મચારીઓ છે અને બેંકિંગ, શોપિંગ, મૂવી અને ટ્રાવેલ ટિકિટિંગથી લઈને ગેમિંગ સુધીની અનેક સેવાઓ પ્રદાન કરે છે.


કરોડપતિ બન્યાની કેવી રીતે કરી ઉજવણી


પાંડેએ કહ્યું, માલામાલ બન્યાની ઉજવણી કરવા માટે પાંડે  તે સપ્ટેમ્બરમાં રાજસ્થાનના લોકપ્રિય પર્યટન સ્થળ ઉદયપુરની પાંચ દિવસની લક્ઝરી સફર પર તેના પિતાને લઈ ગયો હતો, જેમાં આશરે 400,000 રૂપિયા  ખર્ચ કરવામાં આવ્યા હતા.


પેટીએમના સંસ્થાપકને લઈ પાંડેએ શું કહ્યું


પેટીએમ હંમેશાં ઉદાર પેમાસ્ટર રહ્યું છે. પેટીએમના સંસ્થાપક વિજય શર્મા,હંમેશાં ઇચ્છતા હતા કે લોકો પૈસા કમાય, તેઓ જીવનમાં આગળ વધે તેમ પાંડેએ જણાવ્યું હતું.