વિતેલા વર્ષની તુલનામાં બેગણી લોન આપવાની યોજના
પેટીએમએ નાણાંકીય વર્ષ 2019-20માં MSMEsને લોન તરીકે 550 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ આ વર્ષે કંપનીએ હવે આ રકમ વધારીને એક હજાર કરોડ રૂપિયા કરી છે. મર્ચન્ટ લેન્ડિંગ ક્ષેત્રમાં પેટીએમની પ્રતિસ્પર્ધક ગૂગલ પે અને ફોન પે પણ ઉતરી છે. આ બન્ને અનેક લાઈસન્સ ધરાવતી બેંક અને એનબીએફસી સાથે મળીને નાના વેપારીઓને લોન આપી રહી છે. પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે, કંપની કોઈપણ ગેરેન્ટી વગર કોઈપણ વસ્તુની જામીન વગર (કોલેટ્રલ ફ્રી), નાના વેપારીઓ અને એમએસએમઈને 5 લાખ રૂપિયા સુધીની ઇન્સટન્ટ લોન ખૂબ જ ઓછા વ્યાજ પર આપશે.
લોન આપવાનો નિર્ણય એપનું અલગોરિધમ કરશે
એપનું અલગોરિધમ એ નિર્ણય કરશે કે કોણ લોનને પાત્ર છે અને કોણ નથી. આ એપનું અલગોરિધમ મર્ચન્ટ તરફથી પેટીએમ પર દરરોજ કરવામાં આવેલ સેટલમેન્ટના આધારે એ નિર્ણય કરશે કે વ્યક્તિ લોન ચુકવવામાં સક્ષણ છે કે નહીં. નાણાંકીય વર્ષ 2019-20માં પેટીએમે એક લાખથી વધારે નાના વેપારીઓ અને એમએસેમઈને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી. પેટીએમ લેન્ડિંગના સીઈઓએ કહ્યું કેસ લોન માટે અરજી કરવાથી લઈને લોન આપવા સુધીની પ્રક્રિયા પૂરી રીતે ડિજિટલ છે અને તેના માટો કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂરત નથી.