અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં મંદીનો માહોલ છે ત્યારે ઘરઆંગણે છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે દેશમાં lockdown હતું ત્યારે સોનાનો ભાવ 58 હજારની સપાટીને પાર કરી ગયો હતો પરંતુ આજે સોનાના ભાવની વાત કરવામાં આવે તો 52500 છે અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48,070 રૂપિયા છે. ત્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી 1 કિલો નો ભાવ 62500 આસપાસ બોલાઈ રહ્યો છે.


3 મહિના પહેલા જે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો હતો અત્યારે વૈશ્વિક બજારોમાં મંદીને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે બીજી તરફ તહેવારોની સિઝન આવે છે અને તેનો જ ફાયદો અત્યારે ગ્રાહકો ઉઠાવી રહ્યા છે.

હાલમાં સોનાનો ભાવ 52500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48070 રૂપિયા છે અને ચાંદીના ભાવ 62500 પ્રતિ કિલો છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા બજારમાં ઘરાકી જોવા મળી રહી છે.

જોકે આ વર્ષે કોરોનાની મહામારી ને લઈને સોનાની આયાત ઓછી થઈ છે. ગત વર્ષે સોનાની કુલ આયાત ૭૦૦થી ૮૦૦ ટન થઈ હતી ત્યારે આ વર્ષે જુલાઇ માસ સુધી માત્ર 70 થી 80 ટનની આયાત થઈ છે. બીજી બાજુ ખરીદી પણ ઘટી છે. પહેલા દર વર્ષે વેપારીઓને સોનાનું વેચાણ રોજનું ૪૦ થી ૫૦ કિલો થતું હતું એની સરખામણીમાં અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે હવે માત્ર પાંચથી સાત કિલો જેટલું જ સોનું વેચાય છે.

હાલમાં સોનાનો ભાણ લોકડાઉનના સમય કરતાં ઘણો ઓછો છે તેમ છતાં લોકો નવું સોનું ખરીદવાને બદલે જૂનું સોનું આપીને બીજું સોનું લઈ રહ્યા છે.