નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. શનિવારે દિલ્હી કોલકાતા અને મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત પર 12 પૈસા ઓછા ચૂકવવા પડશે. જ્યારે ચેન્નઈમાં 13 પૈસા સસ્તુ થયું છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ છેલ્લા છ મહિનાના ન્યૂનતમ સ્તર પર છે. ડીઝલની વાત કરવામાં આવે તો દિલ્હી અને કોલકાતામાં 12 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ છેલ્લા આઠ મહિનામાં સૌથી ઓછો છે.

ઉલ્લેખનીય છે કે દરરોદજ સવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી,ડીલર કમીશન અને અન્યલ ચાર્જ જોડ્યા બાદ ભામ લગભગ ડબલ થઈ જાય છે.

અંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત કેટલી છે તેના આધાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે.