નવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓએ બુધવારે પેટ્રોલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 45 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. કિંમતની સમીક્ષા 82 દિવસ સુધી સ્થગિત રાખ્યા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે.


સરકારી ઓઈલ કંપનીઓના નોટિફિકેશન અનુસાર પેટ્રોલની કિંમત 73.00 રૂપિયાથી વધીને 73.40 રૂપિયા પ્રતિ લિટર થઈ છે, જ્યારે ડીઝલની કિંમત 71.17થી વધીને 71.62 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. સમગ્ર દેશમાં આ વધારો લાગુ થયો છે જોકે સ્થાનીક તકે વેટને  કારણે દરેક રાજ્યમાં આ કિંમત અલગ અલગ હોઈ શકે છે.

આ સતત ચોથા દિવસે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ 82 દિવસ સુથી કિંતમની સમીક્ષા કરી ન હતી અને રવિવારથી વૈશ્વિક કિંમત અનુસાર ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે ચાર દિવસમાં પેટ્રોલમાં પ્રિત લિટર 2.14 રૂપિયા અને ડીઝલમાં પ્રિત લિટર 2.23 રૂપિયાનો વધારો થયો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાનો લાભ લેવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો ત્યાર બાદ કિંમતની સમીક્ષા રોકી દેવામાં આવી હતી.

મને જણાવીએ કે, સરકારે 6 મેના રોજ ફરીથી એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરતાં પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 13 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.