પેટ્રોલ - ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.  છેલ્લા 15 દિવસથી નિયમિત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીથી પ્રજાની પરેશાની વધી ગઈ છે.  દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ બેફામ ભાવો વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે છ વાગ્યાથી અમલી બનશે. 


ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ


પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસા અને ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો વધારો થયો છે. તો નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105ને પાર પહોંચી ગઈ છે. તો ડીઝલ 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં 14 વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. 14 દિવસમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 10 રૂપિયા જેટલો વધારો થયો છે. જ્યારે 14 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે નવ રૂપિયાની આસપાસ ભાવ વધારો થયો છે.


પેટ્રોલ ડીઝલમાં 14 વખત ભાવ વધ્યા


4 નવેમ્બરથી લઈને 21 માર્ચ 2022 સુધી એટલે કે 137 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. ત્યારબાદ 22 માર્ચ 2022થી બંને ઈંધણોના ભાવમાં વૃદ્ધિનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધી 14  વખત પેટ્રોલ અને ડીઝલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચુક્યા છે. 


દિલ્હીમાં હાલ એક લીટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.87 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી અત્યાર સુધી 15માંથી 14 વખત વધારો થયો છે. મોંઘવારીથી પ્રજાની પરેશાની વધી ગઈ છે.  દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ બેફામ ભાવો વધી રહ્યા છે.  અત્યાર સુધી 14  વખત પેટ્રોલ અને ડીઝલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચુક્યા છે.