Elon Musk On Twitter Board: ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને ટ્વિટરના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે આ જાણકારી આપી છે. 4 એપ્રિલના રોજ એલોન મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને તે કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા હતા, તેના બીજા જ દિવસે તેમને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં છે. 


CEO પરાગ અગ્રવાલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, "હું એ જણાવતા ઉત્સાહિત છું કે અમે અમારા બોર્ડમાં એલોન મસ્કની અમારા બોર્ડમાં નિમણૂક કરવા જઈ રહ્યા છીએ. તાજેતરના અઠવાડિયામાં એલોન સાથેની વાતચીત દ્વારા, અમને સ્પષ્ટ થયું છે કે તે ઘણું મૂલ્ય લાવશે. તે પ્રખર આસ્તિક અને સેવાના મોટા વિવેચક છે, જે ટ્વિટર અને તેના બોર્ડરૂમ માટે જરૂરી હતું. સ્વાગત એલન!”






આ પહેલા ટ્વિટર પર એક પોલ ટ્વીટ કરતા  એલોન મસ્કે ટ્વીટર યુઝર્સને પૂછ્યું હતું કે શું તેઓ ટ્વીટર પર ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ ઇચ્છે છે? 






એલન મસ્ક દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ કંપનીમાં હિસ્સો ખરીદવાના સમાચાર આવ્યા બાદ ટ્વિટરના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટ્વિટરના શેર 27 ટકાના ઉછાળા સાથે $49.97 પર બંધ થયા. ટ્વિટરનું માર્કેટ કેપ $8.38 બિલિયન વધીને $39.3 બિલિયન થયું છે.


સોમવારે સમાચાર આવ્યા કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઇલિંગ અનુસાર, ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે 14 માર્ચ 2022 સુધીમાં Twitter Inc.માં 3 બિલિયન ડોલરમાં 9.2 ટકાનું રોકાણ કર્યું છે. નિષ્ક્રિય હિસ્સો ખરીદવાની જાણ કરવામાં આવી છે. Twitter Incએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ઇલોન મસ્ક તેમની વ્યક્તિગત ક્ષમતામાં સામાન્ય સ્ટોકના 73,486,938 શેર ધરાવે છે.