Petrol Diesel Price Today 21 May 2021: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી એક વખત ઉછાળો આવ્યો છે. ઇન્ડિન ઓઈલ કોર્પોરેશન અનુસાર, આજે ડીઝલની કિંમત 28થી 30 પૈસા તો પેટ્રોલની કિંમત પણ 14થી 19 પૈસા સુધી વધી છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા વધીને 93.04 રૂપિયા અને ડીઝલ 29 પૈસા વધીને 83.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દેશના તમામ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ ઓઈલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. માત્ર મે મહિનામાં જ અત્યાર સુધીમાં દિલ્હીમાં પેટ્રોલ 2.69 રૂપિયા અને ડીઝલ 3.07 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.


મુંબઈમાં પેટ્રોલ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે. આજે અહીં પેટ્રોલની કિંમત 99.32 રૂપિયા અને ડીઝલ 91.01 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. હાલમાં જ બંગાળ સહિત અન્ય રાજ્યમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમા વધારો જોવા મળી રહ્યો છે. મેમાં પેટ્રોલ અને ડીઝલ અત્યાર સુધી 11 વખત મોંઘું થયું છે. આ દરમિયાન અત્યાર સુધી દિલ્હીમાં પેટ્રોલ 2.69 રૂપિયા અને ડીઝલ 3.07 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.






ગુજરાતમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત ડીઝલની કિંમત કરતાં નીચે આવી ગઈ છે. આજના ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.05 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલની પ્રતિ લિટર કિંમત 90.20 રૂપિયા થઈ ગઈ છે. આમ ગુજરાતમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં 15 પૈસા આગળ નીકળી ગઈ છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.