ઓપેક અને સંલગ્ન દેશો ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવા સંમત થયા છે તેથી આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. દેશમાં અનલોક 1 દરમિયાન છૂટછાટ મળવાની સાથે રસ્તા પર ફરી વાહનો દોડતા થયા છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલની માંગ પણ વધી છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.86 રૂપિપાથી વધીને 72.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ 69.99 રૂપિયાથી વધીને 70.59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 74.46 રૂપિયા અને ડીઝલની કિંમત 66.71 રૂપિયા પર પહોંચી છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 69.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.37 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.