Petrol Diesel Price Today: સતત વધી રહેલ પેટ્રોલ ડીઝલની કિંમતથી સામાન્ય વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે બુધવારે ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે. આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. ઓઈલ કંપનીઓએ બુધારે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.21 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 89.53 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. દિલ્હીની સાથે સાથે કોલકાતામાં પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. અહીં આજે પેટ્રોલનો ભાવ 100.23 રૂપિયા અને ડીઝલ 92.50 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે.


જાણો મુખ્ય શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત



  • ભોપાલમાં પેટ્રોલ 108.52 રૂપિયા અને ડીઝલ 98.30 રૂપિયા પ્રતિ લિટર પર છે.

  • રાંચી માં પેટ્રોલ 95.43 રૂપિયા અને ડીઝલ 94.48 રૂપિયા પ્રતિ લિટર પર છે.

  • બેંગલુરુ માં પેટ્રોલ 103.56 રૂપિયા અને ડીઝલ 94.89 રૂપિયા પ્રતિ લિટર પર છે.

  • પટના માં પેટ્રોલ 102.40 રૂપિયા અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર પર છે.

  • ચંદીગઢ માં પેટ્રોલ 96.37 રૂપિયા અને ડીઝલ 89.16 રૂપિયા પ્રતિ લિટર પર છે.

  • લખનઉ માં પેટ્રોલ 97.33 રૂપિયા અને ડીઝલ 89.92 રૂપિયા પ્રતિ લિટર પર છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર