રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારો થતા નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યમાં મોટા શહેરોની વાત કરીએ તો હવે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
- આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 04 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.52 રૂપિયા પર પહોંચી છે.
- તો ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 24 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.72 રૂપિયા પર પહોંચી છે.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 82 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.31 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 71 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 95.19 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.44 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત 64 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.14 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 06 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.56 રૂપિયા પર પહોંચી છે.
- ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 61 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 94.08 રૂપિયા પર પહોંચી છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર