રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે.


આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે.


ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે.


રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે.


વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે.


જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે.


જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે.


સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે.


ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.98 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.10 રૂપિયા પર પહોંચી છે.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.


2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર


2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર


2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર


2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર


2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર


2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર


2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર