રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 15 પૈસા જ્યારે ડીઝલમાં 17 પૈસાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે.
- રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 98.21 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.67 રૂપિયા પર પહોંચી છે.
- ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.89 રૂપિયા પર પહોંચી છે.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 97.96 રૂપિયા, ડીઝલની કિંમત પ્રતિ લિટરે 95.45 રૂપિયા પર પહોંચી છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 97.86 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.33 રૂપિયા પર પહોંચી છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.14 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.61 રૂપિયા પર પહોંચી છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.88 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.35 રૂપિયા પર પહોંચી છે.
- સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.08 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 95.57 રૂપિયા પર પહોંચી છે.
- ભાવનગરમાં પેટ્રોલની કિંમત 99.94 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.39 રૂપિયા પર પહોંચી છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.