પેટ્રોલ ડિઝલ અને CNGના ભાવમાં આજે ફરી વધારો થયો છે. અમદાવાદમાં 34 પૈસાના વધારા સાથે પેટ્રોલ પ્રતિ લીટર 102.94 અને ડિઝલ 37 પૈસાના વધારા સાથે પ્રતિ લિટરની કિંમત 102.35 રૂપિયા થયા છે. તો CNGના ભાવમાં 1 રૂપિયો અને 50 પૈસાનો વધારો થયો છે. એટલે કે એક કિલો CNGના ભાવ 62.99 રૂપિયા થયા છે. પેટ્રોલ ડિઝલ અને CNGના ભાવમાં સતત વધારાના કારણે નાગરિકો મુશ્કેલીમાં છે. ત્યારે આજે ફરી પેટ્રોલ,ડિઝલ અને CNGના ભાવમાં વધારો થયો છે. દિવાળી સમયે જ ભાવ વધારામાં પકડેલી ગતિએ સામાન્ય વર્ગની કમર તોડી નાખી છે.


આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.85 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલ પ્રતિ લિટરે 102.26 રૂપિયા પર પહોંચ્યું છે.


ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.07 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.48 રૂપિયા પર પહોંચી છે.


રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.61 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.04 રૂપિયા પર પહોંચી છે.


વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.51 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 101.92 રૂપિયા પર પહોંચી છે.


જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.79 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.20 રૂપિયા પર પહોંચી છે.


જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.52 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.95 રૂપિયા પર પહોંચી છે.


સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.73 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.16 રૂપિયા પર પહોંચી છે.


ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.58 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.98 રૂપિયા પર પહોંચી છે.


અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.67 રૂપિયા.ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.10 રૂપિયા પર પહોંચી છે.


ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.14 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.55 રૂપિયા પર પહોંચી છે.


ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.36 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.77 રૂપિયા પર પહોંચી છે.


મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.91 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.35 રૂપિયા પર પહોંચી છે.


નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.98 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.42 રૂપિયા પર પહોંચી છે.


પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.89 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.32 રૂપિયા પર પહોંચી છે.


સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.93 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.33 રૂપિયા પર પહોંચી છે.


ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.33 રૂપિયા પર પહોંચી છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.74 રૂપિયા પર પહોંચી છે.


આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.66 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.07 રૂપિયા પર પહોંચી છે.


પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.83 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.26 રૂપિયા પર પહોંચી છે.


પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.33 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.74 રૂપિયા પર પહોંચી છે.


હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.57 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 102.98 રૂપિયા પર પહોંચી છે.


તો દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.03 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 103.44 રૂપિયા પર પહોંચી છે.