દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ભાવ વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વાતો આવ્યો છે. દેશમાં છેલ્લા 32 દિવસમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 21 વખત ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 27 પૈસાનો જ્યારે ડિઝલમા પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે. દિલ્લીમાં પણ પેટ્રોલ 95 રૂપિયા તો ડિઝલ 86 રૂપિયાની વિક્રમી સપાટીને પાર પહોંચી ગયો છે.


નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટરે 92.33 રૂપિયા તો ડિઝલનો પ્રતિ લિટરે 92.90 રૂપિયા પર પહોંચી ગયું છે.


ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 92.53 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 93.9 રૂપિયા પર પહોંચી ગયો છે.


રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 92.11 રૂપિયા, તો ડિઝલ 92. 69 રૂપિયા પ્રતિ લિટરે વેંચાય રહ્યું છે.


વડોદરામાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 92 રૂપિયા તો ડિઝલનો એક લીટરનો ભાવ 92.57 રૂપિયા પર પહોંચી ગયો છે.


જામનગરમાં એક લીટર પેટ્રોલનો ભાવ 92.26 રૂપિયા, ડિઝલનો ભાવ 92.82 રૂપિયા પર પહોંચી ગયો છે.


જૂનાગઢમાં પણ પેટ્રોલનો એક લીટરનો ભાવ 92.94 રૂપિયા, અને ડિઝલનો ભાવ 93.52 રૂપિયા પર પહોંચી ગયો છે.


સુરતમાં એક લિટર પેટ્રોલનો ભાવ 92.35 રૂપિયા પર, તો ડિઝલનો ભાવ 92.93 રૂપિયા પર પહોંચી ગયો છે.


ભાવનગરમાં પેટ્રોલનો એક લીટરનો ભાવ 93.09 રૂપિયા, તો ડિઝલનો એક લીટરનો ભાવ 94.46 રૂપિયા પર પહોંચી ગયો છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.