ઓગસ્ટ 2020માં, રૈડસ્ટૈડ ઈનસાઈટ્સ સેલેરી ટ્રેન્ડ રિપોર્ટ 2019એ ખુલાસો કર્યો કે બેંગલુરુ  દેશમાં સૌથી વધુ  પૈસા ચૂકવવાનું શહેર છે, બાદમાં મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી એનસીઆર અને પુણે છે.  હવે સવાલ એ ઉભો થાય છે કે આ સૌથી વધુ  પગાર આપતી નોકરી કઈ છે ? ચાલો તેમના પર એક નજર કરીએ. કેટલાક અગ્રણી જોબ પોર્ટલોના જણાવ્યા મુજબ, ભારતમાં સૌથી વધુ પગાર આપતી નોકરીઓ નીચે મુજબ છે, જેનો પગાર પ્રતિ વર્ષે 50-60  લાખ સુધીનો હોઈ શકે છે.  યાદીને સ્ક્રોલ કરો અને જુઓ કે શું કોઈ જોબ  પ્રોફાઇલમાં તમને રસ છે કે નહીં.



સૂચના : આંકડા સરેરાશ ગણતરી પર આધારિત છે. પગાર કંપનીથી કંપની અને  તમારી કુશળતા, જ્ઞાન અનુભવના આધાર પર નક્કી કરે શકે છે. 


1. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર


ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એ ભારતમાં  વધુ એક  ઝડપી કારકિર્દી બનાવવા માટેનો વિકલ્પ છે અને ફાઇનાન્સ વર્લ્ડમાં સૌથી વધુ માંગવાળી શરતોમાંથી એક  છે. અનિવાર્યપણે, એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પાસે નાણાકીય સંપત્તિ વિશે સારી જાણકારી, રોકાણ, શેરો અને સિક્યોરિટીઝના ખ્યાલને સમજવાની અને તેના ગ્રાહકોને મર્જર અને એક્વિઝિશનમાં મદદ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. 


કોણ અરજી કરી શકે છે : કોમર્સ, ફાઇનાન્સ અથવા ઇકોનોમિક્સ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા લોકો.


પગાર : જોબ પોર્ટલ મોન્સ્ટર મુજબ, એક ફ્રેશર વાર્ષિક 12 લાખ સુધીની કમાણી કરી શકે છે અને મધ્ય-સ્તરના અને અનુભવી ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોનો વાર્ષિક પગાર  30-50 લાખની વચ્ચે હોઈ શકે છે.


2. તબીબી વ્યવસાયિકો


વર્તમાન પરિસ્થિતિને જોતા, આરોગ્ય સેવા ઉદ્યોગ અને તબીબી વ્યાવસાયિકોના મહત્વને ઉજાગર કરવાની આવશ્યક્તા નથી જે જીવનને બચાવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.  જોબ પોર્ટલ મોન્સ્ટર મુજબ, તે ભારતમાં સૌથી વધુ પગાર ચૂકવણી કરતી નોકરીઓમાંની એક  છે.  ક્ષેત્રમાં વિવિધ વિશેષતાઓ છે જેમ કે  દાતના ડૉક્ટર,  કાર્ડિયોલોજી,  પ્રસૂતિ અને સ્ત્રી રોગ, ઓન્કોલોજી, નર્સિંગ, ફાર્મસી હેલ્થકેર એડમિનિસ્ટ્રેટર અને ઘણુ બધું.


કોણ અરજી કરી શકે છે: જેમણે નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓ પાસ કરી છે અને જેમની પાસે એમ.બી.બી.એસ.ની ડિગ્રી છે.


પગાર: મોન્સ્ટર મુજબ, એક ફ્રેશર વાર્ષિક  4-5 લાખની વચ્ચે પગાર મેળવી શકે છે અને અનુભવ સાથે વાર્ષિક 17 લાખ  પ્રતિ વર્ષની કમાણી કરી  શકે છે.


3. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ


દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની હંમેશા માંગ છે અને રહેશે. તેઓ તમારું નાણાકીય એકાઉન્ટિંગ, ટેક્સ મેનેજમેન્ટનું સંચાલન કરે છે, બેન્કિંગ સોલ્યુશન્સમાં તમને મદદ કરે છે અને નાણાકીય સલાહકારો તરીકે કામ કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભારતમાં પણ સૌથી વધુ વેતન મેળવનારી નોકરી છે.


કોણ અરજી કરી શકે છે : કોમર્સમાં ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ (આર્ટ્સ અને સાયન્સ સાથેના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે) અભ્યાસક્રમ માટે અરજી કરવા પાત્ર છે. જોબ પોર્ટલ શાઇન અનુસાર, વ્યક્તિએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  ઓફ ઈન્ડિયા (ICAI) નો સર્ટિફાઇડ સભ્ય હોવું જરૂરી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માટે પોતાના ફાઉન્ડેશન કોર્સમાં એડમિશન લેવું જોઈએ.


પગાર: શાઇન મુજબ, એક ફ્રેશર વાર્ષિક  7 લાખ કમાણી કરી શકે છે જ્યારે અનુભવી  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાર્ષિક  20-24 લાખની વચ્ચે પગાર મેળવી શકે છે.


4. ડેટા સાયન્ટિસ્ટ


ડેટા સાયન્સ બીજો ઉભરતો કારકિર્દીનો વિકલ્પ છે જે ફ્રેશર્સને આકર્ષિત કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક લેખ અનુસાર, આઇટી, ટેલિકોમ, ફાઇનાન્સ અને વીમા અને છૂટક જેવા ઉદ્યોગોમાં ડેટા સાયન્ટિસ્ટની માંગ ઘણી વધારે છે. આ જ અહેવાલમાં મુંબઇ અને બેંગાલુરુનો ઉલ્લેખ પ્રોફાઇલની વૃદ્ધિની સંભાવનાવાળા શહેરો તરીકે છે, જ્યાં  ડેટા સાયન્ટિસ્ટનો સરેરાશ પગાર વાર્ષિક  14-15 લાખની વચ્ચે હોય છે. આઇબીએમ, એક્સેન્ચર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવી ઘણી અગ્રણી ટેક કંપનીઓ ભારતમાં ડેટા સાયન્ટિસ્ટ રાખે છે.


કોણ અરજી કરી શકે છે : આઇટી, કમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાં સ્નાતકની ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ,  અથવા ડેટા સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ. આઇઆઇટી દિલ્હી, આઈઆઈટી ખડગપુર અને આઈઆઈએમ કલકત્તા જેવી વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ ડેટા સાયન્સના અભ્યાસક્રમો ચલાવે છે.


પગાર: અપગ્રેડ મુજબ ડેટા સાયન્ટિસ્ટનો સરેરાશ પગાર  9.5 લાખથી શરૂ થાય છે અને 5 વર્ષનો અનુભવ ધરાવનાર વ્યક્તિ વાર્ષિક 60 લાખ સુધીની રકમ પણ મેળવી શકે છે.


5. બ્લોકચેન ડેવલપર


હજી તેના શરૂઆતના તબક્કે છે, બ્લોકચેન ટેકનોલોજી ધીમે ધીમે ભારતમાં આગળ વધી રહી છે, જે બ્લોકચેન ડેવલપર્સની જરૂરિયાત માટે જગ્યા બનાવે છે અને આ પ્રક્રિયામાં તકનીકી ઉત્સાહીઓને નોકરી માટે આકર્ષક  તકો  ઉભી કરે છે. હકીકતમાં, સરકારની નીતિ આયોગ દ્વારા રચાયેલ વ્યૂહરચનાઓમાં બ્લોકચેન તકનીકીને પણ મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. બ્લોકચેન ડેવલપરને આવશ્યકપણે બ્લોકચેન તકનીક અને ડિઝાઇનની વિકસિત પ્રવૃત્તિઓ સમજવા માટે જરૂરી છે, બ્લોકચેન એપ્લિકેશન અને તકનીકીઓનો વિકાસ અને પરીક્ષણ કરવું.


કોણ અરજી કરી શકે છે: એન્જીનીયરીંગ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ, કમ્પ્યુટર સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા લોકો અને જેમની પાસે કોડિંગ, ગણિત, એલ્ગોરિધમ્સ અને સી ++, જાવા અને પાયથોન જેવી પ્રોગ્રામિંગ ભાષાઓનું સારુ જ્ઞાન હોય. 



પગાર: અપગ્રેડના એક લેખ મુજબ, ભારતમાં બ્લોકચેન ડેવલપરનો સરેરાશ પગાર વાર્ષિક  8  લાખથી વધુ છે અને અનુભવ સાથે, તે વાર્ષિક 45 લાખ સુધી પણ જઈ શકે છે.