નવી દિલ્હીઃ વિધાનસભા ટૂંચણી પુરી થયા બાદ મોંઘવારીનો માર પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘા થયા છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.99 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 81.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.


મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુમાં આજે પેટ્રોલની નવી કિંમત ક્રમશઃ 97.34, 92.90, 91.14, 94.01 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે આ શહેરોમાં ડીઝલની કિંમત ક્રમશઃ 88.49, 86.35, 84.26, 86.31 રૂપિયા પ્રતિ લિટર છે.


ત્રણ દિવમસાં કેટલું મોંઘું થયું પેટ્રોલ


વૈશ્વિક બાજરમાં ક્રૂડ ઓલની કિંમતમાં ઉછાળો યથાવત છે. વિતેલા મંગળવારે ક્રૂડ ઈલ સાત સપ્તાહની પોતાના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. પરંતુ અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટમી દમરિયાન ક્રૂડ ઓઈલ મોંઘું થવા છતાં પેટ્રોલ ડીઝલની કિંમત વધી ન હતી. આ દરમિયાન પેટ્રોલ 77 પૈસા અને ડીઝલ 74 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. હેવ સતત ત્રણ દિવસમાં પેટ્રોલ 62 પૈસ અને ડીઝલ 69 પૈસા પ્રતિ લિટર મોંઘા થયા છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


ગુજરાતના આ જાણીતા મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા આપ્યા, ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે આપ્યા


ગુજરાતના આ મોટા શહેર માટે રાહતના સમાચાર, કોરોનાની બીજી લહેરમાં સૌ પ્રથમ વખત 5000થી વધારે લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા