નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા દિવસે આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલમાં 19 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. સાઉદી અરબની ઓઈલ રિફાઈનરી પર વિતેલા સપ્તાહે થયેલા હુમલા બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલ જોરદાર તેજીને કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંતમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં પેટ્રોલ 72.71 અને ડીઝલ 66.01 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.


ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર  કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ 75.43 રૂપિયા, 78.39 રૂપિાયા અને 75.56 રૂપિયા પ્રતિ લિટર છે. ત્રણે મહાનગરોમાં ડીઝલની કિંમત પણ વધીને ક્રમશમઃ 68.42, 69.24 અને 69.77 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ ડીઝલની કિંમત સતત ત્રણ દિવસથી વધી રહી છે જેમાં પેટ્રોલમાં ત્રણ દિવસમાં 68 પૈસા અને ડીઝલની કિંમતમાં ત્રણ દિવસમાં 58 પૈસાનો વધારો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે કારણ કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થવાથી વસ્તુ અને સેવાના મૂલ્યમાં તેની સીધી અસર પડે છે.

ગુજરાતમાં મુખ્ય શહેરોના પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર             પેટ્રોલ    ડીઝલ
અમદાવાદ    70.16    69.09
રાજકોટ         70.07    68.98
વડોદરા        70.69    69.65
સુરત            70.14    69.07