જોકે, હજુ સુધી કંપની તરફથી ટાટા સૂમોને બંધ કરવાને લઇને કોઇ સતાવાર નિવેદન સામે આવ્યું નથી. ટાટા સૂમોની કિંમત 7.39 લાખથી 8.77 લાખ રૂપિયા હતી. વાસ્તવમાં ટાટા મોટર્સની સૂમોનું વેચાણ હવે હંમેશા માટે બંધ કરી દીધું છે. આ વેચાણ બંધ કરવા પાછળ તેનું મોડલ આઉટડેટેટ હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ સેફ્ટી નાર્મ્સ બીએસ-6 ના અનુરૂપ બનાવવા માટે તેમાં મોટા સ્તર પર ફેરફાર કરવા પડ્યા હોત .
તે સિવાય સૂમોને બંધ કરવા પાછળનું સૌથી મોટું કારણ વર્ષોથી સતત તેનું ઘટતું વેચાણ માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને અપડેટેટ કરવામાં કંપનીને મોટું રોકાણ કરવું પડ્યું હોત જે કંપની માટે ફાયદાનો સોદો નથી. આ માટે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ટાટા સૂમોનું સૌથી મોટું અપડેટ વર્ઝન સૂમો ગોલ્ડ હતું. તેમાં સરકાર દ્ધારા ફરજિયાત કરવામાં આવેલા સેફ્ટી ફિચર્સ જેવા ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રિવર્સ પાર્કિગ સેન્સર આપવામાં આવ્યા નહોતા. જ્યારે એક ઓક્ટોબર 2019થી ભારતમાં વેચાનારા તમામ કારોમાં આ જરૂરી કરવામાં આવ્યા છે.