રાજ્યમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 25 અને ડિઝલમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો થયો છે.સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે.


આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.54 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.99 રૂપિયા પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.74 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.19 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.31 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.79 રૂપિયા પર પહોચી ગઈ છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 91.21 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.66 રૂપિયા પર પહોંચી ગયો છે. જામનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.46 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. જો ડીઝલ 91.92 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 92.14 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 92.61 રૂપિયા પ્રતિ લીટરે છે. સુરતમાં પેટ્રોલની પ્રતિ લીટરે કિંમત 91.55 રૂપિયા જ્યારે ડીઝલ પ્રતિ લીટરના 92.03 રૂપિયા પર પહોંચી ગઈ છે.


છેલ્લા 18 દિવસમાં પેટ્રોલની કિંમતમાં4.17 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને છેલ્લા બે દિવસની વાત કરીએ તો બે દિવસમાં 56 પૈસા પ્રતિ લિટર પેટ્રોલ મોંઘુ થયું છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.