રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 16 પૈસાનો ભાવ વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો રાજ્યના આઠ મહાનગરોમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમત હવે 100 રૂપિયાને નજીક પહોંચી રહી છે.
- અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.36 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.81 રૂપિયા પર પહોંચી.
- ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.56 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 91.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.13 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.03 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.28 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.96 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે.
- સુરતમાં પણ પેટ્રોલની કિંમત 98.37 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર