સરકારી ઓઈલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સતત ચાર દિવસ સુધી ભાવ વધાર્યા બાદ આજે ડીઝલની કિંમતમાં 35થી 38 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તો પેટ્રોલની કિંમતમાં પણ 28થી 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમત અત્યાર સુધીની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બુધારે દેશમાં નવી રેકોર્ડ સપાટી પર આવી ગઈ હતી. જેમાં આજે ફરીથી પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.


દિલ્હીમાં પેટ્રોલ અત્યાર સુધીની ઉચ્ચ સપાટી 88.14 રૂપિયા પ્રતિ લિટર જ્યારે મુંબઈમાં 94.64 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. દિલ્હીમાં ડીઝલ 78.38 રૂપિયા અને મુંબઈમાં અત્યાર સુધીની ઉચ્ચ સપાટી 85.32 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ 4.24 રૂપિયા અને 4.15 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ 28 પૈસાના વધારા સાથે 85.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 38 પૈસાના વધારા સાથે 84.40 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 28 પૈસાના વધારા સાથે 85.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 38 પૈસાના વધારા સાથે 84.20 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. વડોદરામાં પેટ્રોલ 28 પૈસાના વધારા સાથે 85.03 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 38 પૈસાના વધારા સાથે 83.97 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે અને સુરતમાં પેટ્રોલ 28 પૈસાના વધારા સાથે 85.32 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 38 પૈસાના વધારા સાથે 84.31 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.