નવી દિલ્હીઃ આજે ગુરુવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્રણ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિધાનસભા પરિણામ આવ્યાના 10 દિવસ થઈ ગયા છે. 2 મે બાદ આ દસ દિવસોમાં સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાત દિવસમાં પેટ્રોલ 1.66 રૂપિયા અને ડીઝલ 1.88 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 92.05 રૂપિયા અને ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 98.36 રૂપિયા અને ડીઝલ 89. 75 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં પેટરોલ 93.84 રૂપિયા અને ડીઝલ 87.49 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ છે. કોલકાતામાં ક્રમશઃ 92.16 રૂપિયા અને ડીઝલ 85.45 રૂપિયા પ્રતિ લિટર છે.

ભોપાલ, ઇન્દોરમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

મધ્ય પ્રદેશના ભોપાલમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. ભોપાલમાં આજે પેટ્રોલમાં થયેલ ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ 100.08 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 103.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા છે

શહેરનું નામ

પેટ્રોલ રૂપિયા/લિટર

ડીઝલ રૂપિયા/લિટર

દિલ્હી

92.05

82.61

મુંબઈ

98.36

89.75

ચેન્નઈ

98.84

87.49

કોલકાતા

92.16

85.45

ભોપાલ

100.08

90.95

રાંચી

89.17

87.26

બેંગલુરુ

95.11

87.57

પટના

94.28

87.84

ચંદીગઢ

88.55

82.28

લખનઉ

89.96

82.99

એપ્રિલમાં ક્રૂડની માગ 9.4 ટકા ઘટી

દેશમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે એપ્રિલમાં ક્રૂડનું વેચાણ 9.4 ટકા ઘટ્યું છે. એપ્રિલમાં ક્રૂડમા માગ 9.38 ટકા ઘટીને 1.71 કરોડ ટન રહી હતી, જ્યારે માર્ચમાં તે 1.87 કરોડ ટન હતી. દેશમાં એપ્રિલ 2020માં કોરોના સંક્રમણને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તમામ આર્થિક ગતિવિધિઓ ઠપ પડી ગઈ હતી. આ દરમિયાન ક્રૂડની માગ 2006 બાદ સૌથી નીચલી સપાટી પર પહોંચી ગઈ હતી

‘ટીકટોક’નો પર્યાય બની ગયેલ આ એપ્લિકેશન પર ગુજરાત સિવિલ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, જાણો કેમ