PIB Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. લોકો લાંબા સમયથી ભાવ ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જણાવાયું છે કે ઈન્ડિયન ઓઈલ ઈંધણ પર 6 હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલ ભરવા પર ડિસ્કાઉન્ટ મળશે.
છ હજાર રૂપિયાની ઈંધણ સબસિડી
સોશિયલ મીડિયા પર ઘણા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા 6,000 રૂપિયાની ઈંધણ સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે કેટલાક પ્રશ્નોના સાચા જવાબ આપો તો તમને આ ભેટ મળશે. આ મેસેજને લઈ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું છે.
પીઆઈબીએ શું કર્યુ ટ્વિટ
PIB એ તેના ટ્વિટમાં લખ્યું છે કે, "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તમને 6,000 રૂપિયાની ઇંધણ સબસિડી જીતવાની તક આપી રહ્યું છે. પીઆઈબીએ ફેક્ટ ચેક દ્વારા સત્ય શોધી કાઢ્યું છે. આ મેસેજ ફેક છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.
લકી ડ્રો પર આધાર રાખશો નહીં
પીઆઈબીએ જણાવ્યું કે આ એક કૌભાંડ છે. આ લકી ડ્રો પર વિશ્વાસ કરશો નહીં. આ વાયરલ પોસ્ટમાં તમને વ્યક્તિગત માહિતી પૂછવામાં આવશે. જેના દ્વારા તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે સરકાર સાથે સંબંધિત કોઈપણ યોજના વિશે માહિતી મેળવવા માંગતા હો, તો તમારે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરો
તમને જણાવી દઈએ કે પીઆઈબીએ લોકોને ચેતવણી આપી છે કે સત્ય જાણ્યા વિના આવા વાયરલ મેસેજ કોઈને ફોરવર્ડ ન કરો. આ સાથે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 અથવા ઈમેલ pibfactcheck@gmail.com પર પણ વીડિયો, મેસેજ મોકલી શકો છો.