PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક હોય છે. આવી જ એક ખબર વાયરલ થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર લોકોના ઘરે દારૂની પાઈપલાઈન નાંખશે. જે બાદ પીઆઈબી ફેક્ટે સ્પષ્ટતા કરી હતી.
શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર એક ફોર્મ વાયરલ થઈ રહ્યું છે. તેમાં લખ્યું છે કે ભારત સરકાર, દારૂની પાઇપલાઇન કનેક્શન માટેની અરજી... તેની નીચે નિયમો અને કાયદા પણ આપવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે માનનીય વડાપ્રધાને રોજેરોજ પીનારાઓ માટે દારૂની પાઇપલાઇન કનેક્શન આપવા માટે અરજી મંગાવી છે. જેને રસ હોય, તે 11 હજાર રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે આ અરજી ફોર્મ ભરો અને તેને વડાપ્રધાન કાર્યાલયમાં સબમિટ કરો. મેસેજમાં એમ પણ લખવામાં આવ્યું છે કે અરજી મળ્યાના એક મહિના પછી, તપાસ કર્યા પછી, તમારા ઘરે મીટર સાથે દારૂની પાઇપલાઇન નાખવામાં આવશે. બાદમાં વપરાશ પ્રમાણે બિલ આવશે. આ પછી અરજદારનું નામ, સરનામું અને ફોટો પણ માંગવામાં આવ્યો છે.
પીઆઈબી ફેક્ટ ચેકે શું કર્યુ ટ્વિટ
પીઆઈબીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે ચિલ ગાય્સ. તમારી આશાઓને વધારે પડતી ન રાખો,
લોકો લઈ રહ્યા છે મજા
આ મેસેજ વાયરલ થયા બાદ યુઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે. લોકો પંચાયત વેબ સિરીઝ ભાગ 2 ના મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે જેણે 11000 રૂપિયાનો ડીડી બનાવીને આપ્યો હશે, હવે તેનું શું થશે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.