PNB Interest Rates: નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. PNB એ બચત ખાતા પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે આ અંગે જાહેરનામું  બહાર પાડ્યું છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની અસર દેશના કરોડો ગ્રાહકો પર પડશે. ચાલો તમને જણાવીએ કે હવે બેંક તમને કયા દરે વ્યાજનો લાભ આપશે-


PNBએ જાહેરનામું બહાર પાડ્યું
પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર  કરાયેલા જાહેરનામા  મુજબ 10 લાખ રૂપિયાથી ઓછા ખાતાધારકોને હવે 2.70 ટકાના દરે વ્યાજ મળશે. 10 લાખથી 500 કરોડ રૂપિયા સુધીના ખાતાધારકોને 2.75 ટકાના દરે વ્યાજનો લાભ મળશે.


નવા દરો 4 એપ્રિલથી અમલમાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે બેંક દ્વારા જાહેર  કરાયેલા નવા વ્યાજ દર 4 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. બેંકે કહ્યું કે આ ફેરફાર સ્થાનિક ગ્રાહકોની સાથે સાથે NRI ગ્રાહકોને પણ અસર કરશે.


ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો
પંજાબ નેશનલ બેંકે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે, બેંકે રૂ.10 લાખથી ઓછા ખાતા પર વ્યાજની રકમ ઘટાડીને 2.75 ટકા કરી હતી અને 10 લાખથી 500 કરોડ રૂપિયાના બચત ખાતા પર વ્યાજ દર ઘટાડીને 2.80 ટકા કરવામાં આવ્યો છે.


4 એપ્રિલથી નિયમોમાં ફેરફાર
આ સિવાય પંજાબ નેશનલ બેંકે કહ્યું કે 4 એપ્રિલ 2022થી બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. જો કોઈ ગ્રાહક બેંક શાખા અથવા ડિજિટલ ચેનલ દ્વારા 10 લાખ કે તેથી વધુના ચેક ઈશ્યુ કરે છે, તો તેમના માટે PPS કન્ફર્મેશન જરૂરી રહેશે.


ટોલ ફ્રી નંબર પર કોલ કરો
બેંકની આ સુવિધા વિશે વિગતવાર જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-180-2222 અથવા 1800-103-2222 પર પણ કૉલ કરી શકો છો.